Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ડિજિટલ પેમેન્ટથી કામ કરનાર લીંબડીનું ઉઘલ તાલુકાનું પ્રથમ ગામ બન્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં ઉઘલ ગામ ડિજિટલ પેમેન્ટથી કામ કરનાર તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉઘલ ગામે સીસી રોડ અને ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર: ડિજિટલ પેમેન્ટથી કામ કરનાર લીંબડીનું ઉઘલ તાલુકાનું પ્રથમ ગામ બન્યું
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં ઉઘલ ગામ ડિજિટલ પેમેન્ટથી કામ કરનાર તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉઘલ ગામે સીસી રોડ અને ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું.

સરકાર રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ગામની વસ્તી અને વિસ્તારના આધારે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટથી વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ મોટાભાગની ગ્રામપંચાયતો ઓનલાઈન પેમેન્ટની ઝંઝટમાં ના પડવાને કારણે કામો કરતી નથી. લીંબડી તાલુકા પંચાયતના ઈજનેર નિર્મળસિંહ ઝાલા અને ઉઘલ ગામના આગેવાન દિલીપસિંહ રાણા, તલાટી કમ મંત્રી એસ.આર. રાણાના પ્રયાસો થકી 15માં નાણાંપચની 2 લાખથી વધુની ગ્રાન્ટમાંથી ઉઘલ ગામે ભરવાડ નેશમાં સીસી રોડ અને ગામના પરા વિસ્તારમાં ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. લીંબડી તાલુકાના ઉઘલ ગામે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટ કામ કરનારું તાલુકાનું પ્રથમ ગામ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

15માં નાણાપંચની ગ્રાન્ટના ઉપયોગથી થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા નહિવત બની જાય છે. ગામમાં સીસી રોડના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલી સિમેન્ટ, કપચી, રેતી સહિતનું મટીરીયલ્સ આપનાર દુકાનદાર કે વ્યક્તિના ખાતામાં જ પેમેન્ટ જમા થતું હોય છે.

Next Story