પ્રાંતિજ ટોલટેક્સ પાસેથી ગેસના બોટલ ભરેલ ટેમ્પાએ મારી પલ્ટી,પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડર કર્યા જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી ગેસની બોટલ ભરેલા ટેમ્પાએ અચાનક પલ્ટી મારી ગયો હતો,

ptn gas
New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી ગેસની બોટલ ભરેલા ટેમ્પાએ અચાનક પલ્ટી મારી ગયો હતો,જોકે ગેસ સિલિન્ડર વાહન માટેનું વાહન ન હોવાના કારણે પ્રાંતિજ પુરવઠા મામલતદાર દ્વારા ટેમ્પો તેમજ ગેસની બોટલો સહિત રૂપિયા ૩ લાખ ૭૩ હજારનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસાના ખોડબા હાઇવે ઉપર આવેલ ન્યુન ગેસ એજન્સી માંથી રાંધણ ગેસ સિલિન્ડર ભરીને ટેમ્પો ચાલક ઓવર સ્પીડમાં ટેમ્પો હંકારી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન પ્રાંતિજ ના ટોલટેક્સ નજીક ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલ્ટી ખાઇ ગયુ હતુ. સર્જાયેલા અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. 
ઘટના અંગેની જાણ જિલ્લા પુરવઠા મામલતદારને થતા તેઓએ પ્રાંતિજ મામલતદારને જાણ કરી હતી.અને પુરવઠા અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા બીલ વાળા ગેસ સિલિન્ડર હતા પરંતુ ગેસની બોટલ માટે નુ સ્પેશિયલ વાહન એટલે કે  એલપીજી વાહન ના હોય અન્ય વાહન મારફતે ૭૮ બોટલ લઈ જવામાં આવી રહયા હોવાનું જાણવા મળ્યું હતું.તેથી પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧ લાખ ૫૦ હજાર તથા ટેમ્પામાં રહેલ ૭૮ સિલિન્ડર મળી કુલ રૂપિયા ૩ લાખ ૭૩ હજારનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
#overturned #Sabarkantha #CGNews #Prantij #tempo #seized #Gas Bottle
Here are a few more articles:
Read the Next Article