/connect-gujarat/media/post_banners/bee893b39f766997bf60bd84b9511023c00ebcff1652465f301e9c0bd584b74d.jpg)
ગુજરાતના મોટાભાગના જળાશય ઉનાળાની ચાલુ સિઝનમાં સુકાઈ જવાના આરે છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ અંદાજે 100 વર્ષ જૂના ડોસવાડા ડેમમાં આજે અને ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી છે. જે ખેડૂતો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ આજે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે અડીખમ છે. કારણ કે, આ ડેમ ગાયકવાડી સરકારના સમયમાં બન્યો હતો અને અંદાજે 100 વર્ષ જૂના આ ડેમ થકી ડેમ પર નિર્ભર ખેડૂતો અને પશુપાલકોને આગામી ચોમાસાની સિઝન શરૂ થાય ત્યાં સુધી સિંચાઈ અને પશુપાલકોને પાણી મળી રહેશે. ડોસવાડા ડેમના કારણે કૂવા અને બોરના સ્તર પણ જળવાઈ રહે છે. જેથી આ ડેમ અહીંના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, તો બીજી તરફ ગાયકવાડી સમયના આ ડેમ માં ચાલુ સિઝનમાં 0.40 mcm પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અને એ આગામી ચોમાસાની સિઝન શરૂ થાય ત્યાં સુધી ડેમ પર નિર્ભર ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરો પાડશે. ડેમ છેલ્લા 5 વર્ષ સુધીમાં સુકાયો નથી, જેને લઈ અધિકારીઓ પણ ખેડૂતોને પાણી પૂરું પાડવામાં સક્ષમ બન્યા છે.