તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા જેમાં વ્યારા શહેરમાં રોડ શો દરમ્યાન કેટલાક યુવાનો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ ના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે વ્યારા શહેરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો નીકળ્યો હતો જે દરમ્યાન શહેરના યુવાનો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા જે મુદ્દે પંજાબ ના મુખ્યમંત્રીએ યુવાનોના ખાતામાં પંદર પંદર લાખ જમા થઈ ગયા હશે અને તેમને રોજગારી મળી ગઈ હશે એમ જણાવ્યું હતું સાથે સરકાર બનવાના દાવા પર કહ્યું હતું કે અમે સર્વેમાં નથી આવતા પણ સરકારમાં આવીએ છે