તાપી : નિઝરમાં માનવતાને શર્મસાર કરતા કિસ્સાથી ચકચાર, નરાધમ વૃધ્ધે 7 વર્ષીય બાળ પર આચર્યું દુષ્કર્મ

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.

New Update
  • માનવતાને શર્મસાર કરતો કિસ્સો

  • નિઝરમાં વૃદ્ધ બન્યો હેવાન

  • વૃદ્ધે 7 વર્ષીય બાળાને પીંખી નાખી

  • દુકાને સમાન લેવા જતા વૃદ્ધે આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ વૃદ્ધની કરી ધરપકડ

Advertisment

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.બનાવની ગંભીરતા સમજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લાના નિઝર તાલુકાના એક ગામમાં 7 વર્ષની બાળા દુકાનમાં કોઈ ચીજવસ્તુ લેવા ગઈ હતી.જ્યાં દુકાન ચલાવતા 60 વર્ષીય હવસખોર વૃદ્ધે ઉંમરની લાજ રાખ્યાવીના બાળાને પીંખી નાખતા ચકચાર મચી છે.જેમાં 60 વર્ષીય વૃદ્ધ નરાધમ દશરથ બદુભાઈ પાડવીએ બાળાને પેપ્સી આપવાની લાલચ આપી તેના ઘરના માળ પર લઈ જઈ જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ બાદ બાળા રડતી રડતી ઘરે જઈ માતા પિતાને ગંદુ કામ કર્યા વિશે વાત કરતા પરિવારના સભ્યો દ્વારા નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી દશરથ બદુભાઈ પાડવીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Latest Stories