સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર હાઇવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર, ભડકે બળેલી કારમાં સવાર 8 લોકોના મોત...

વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં

New Update
  • વઢવાણ-લખતર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • 2 કાર ટકરાતા આગ ફાટી નીકળીમુસાફરો જીવતા ભૂંજાયા

  • ગમખ્વાર અકસ્માતમાં 8 વ્યક્તિના કમકમાટીભર્યા મોત

  • બનાવના પગલે પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચ્યો

  • ગોઝારી ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા પહોચ્યા 

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર ઝમર-દેદાદરા માર્ગ પર 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકેઆ અકસ્માત બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર 2 બાળકો સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 8 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાના પગલે હાઈવે પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાજ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતીજ્યારે લખતર પોલીસે અકસ્માતે 8 લોકોના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામની યાદી:-

(1 ) મીનાબા વિરેન્દ્રસિંહ રાણા (કડુ)

(2) કૈલાબા જગદીશસિંહ ચુડાસમા ( 55 વર્ષ, રહે-જીંજર હાલ-ભાવનગર)

(3) રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા ( 47 વર્ષ, કડુ)

(4) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા ( 32 વર્ષ, કચ્છ )

(5) નીતાબા ભગીરથસિંહ જાડેજા ( 53 વર્ષ ગામ-જામનગર )

(6) પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા ( 35 વર્ષ )

(7) રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉ.વ.13)

(8) દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (10 માસ)

Latest Stories