Connect Gujarat
ગુજરાત

અલંગ માટે માઠા સમાચાર, યુરોપિયન યુનિયનની નવી યાદીમાંથી બાદ થયું

યુરોપિયન યુનિયન દ્વારા લિસ્ટ ઓફ શિપ રિસાયક્લિંગ યાદીમાં ત્રણ નવા યાર્ડ ઉમેર્યા છે. જેમાં એક યાર્ડ નેધરલેન્ડમાં સ્થિત છે,

અલંગ માટે માઠા સમાચાર, યુરોપિયન યુનિયનની નવી યાદીમાંથી બાદ થયું
X

યુરોપિયન યુનિયન દ્વારા લિસ્ટ ઓફ શિપ રિસાયક્લિંગ યાદીમાં ત્રણ નવા યાર્ડ ઉમેર્યા છે. જેમાં એક યાર્ડ નેધરલેન્ડમાં સ્થિત છે, અને અન્ય બે યુનાઇટેડ કિંગડમમાં સ્થિત છે. આશ્ચર્યજનક છે કે, આ યાદીમાં અલંગ સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી મહત્વનું છે કે, જ્યાં દર વર્ષે મોટા જથ્થામાં જહાજોનું રિસાયકલ કરવામાં આવે છે.આમ યુરોપિયન યુનિયનની નવી યાદીમાં થી અલંગ ની બાદબાકી કરવામાં આવી છે.યુરોપિયન જહાજ માલિક પાસે વિશ્વના કાફલાના લગભગ 40% છે. આમાંના ઘણા જહાજોને EU ની બહાર, મુખ્યત્વે દક્ષિણ એશિયામાં, કામદારોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ઘણીવાર હાનિકારક પરિસ્થિતિ હેઠળ તોડી પાડવામાં આવે છે.

31 ડિસેમ્બર 2018 થી, EU શિપ રિસાયક્લિંગ રેગ્યુલેશન એ EU સભ્ય રાજ્યના ધ્વજ હેઠળ દરિયામાં જતા તમામ મોટા જહાજોને જહાજ રિસાયક્લિંગ સુવિધાઓની યુરોપિયન સૂચિમાં સમાવિષ્ટ માન્ય શિપ રિસાયક્લિંગ સુવિધાનો ઉપયોગ કરવાની જરૂર છે.યુરોપિયન યુનિયન (ઈ.યુ) લિસ્ટ ઓફ શિપ રિસાયક્લિંગ સુવિધાઓની પ્રકાશિત થયેલ યાદીમાં આશ્ચર્યજનક રીતે દક્ષિણ એશિયાના દેશો માંથી એક પણ યાર્ડ EU યાદીમાં સમાવિષ્ટ નથી, મહત્વનું છે કે , બીજી તરફ 90 ટકા શિપબ્રેકિંગ દક્ષિણ એશિયામાં થાય છે. જ્યાં દર વર્ષે મોટા જથ્થામાં જહાજોનું રિસાયકલ કરવામાં આવે છે. જો કે, યુરોપિયન યુનિયને અલંગ આ લીસ્ટમાં ન મૂકતાં હવે સસ્તા જાહજો મળવા મુશ્કેલ છે

Next Story