Connect Gujarat
ગુજરાત

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે આવ્યું

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે આવ્યું
X

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ રાજ્યપાલને લખેલા પત્રને લઇને હવે વિવાદ સર્જાયો છે.

ગુજરાતી ભાષાને લઇને ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. હવે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સહિત કેટલાક સભ્યોએ કાઉન્સિલને પત્ર લખ્યો છે. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા સહિતના કેટલાક સભ્યો ગુજરાતી ભાષાના સમર્થનમાં છે, ત્યારે તેઓ રાજ્યપાલને મળી હાઇકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં સુનાવણી કરવાની માંગ કરશે. ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા અને ભરત ભગત સહિતના સભ્યોએ પત્રમાં જણાવ્યું છે કે, 'રાજ્યમાં આશરે 1 લાખથી વધુ વકીલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ છે. જેમાંથી આશરે 5 હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી. પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાની સુપ્રીમ કોર્ટ અને સરકારની પહેલા ક્યાં અવરોધ પામે છે.

Next Story