“નોકરી દો, નશા નહીં” : કચ્છ-મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને અભિયાનનો પ્રારંભ

કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.

New Update
Advertisment
  • મુંદ્રા ખાતે કોંગ્રેસ દ્વારા 'નોકરી દોનશા નહીંઅભિયાનનો પ્રારંભ

  • ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબ રહ્યા ઉપસ્થિત

  • ભાજપ સરકાર પર ઉદયભાનુ ચિંબ દ્વારા કરાયા શાબ્દિક પ્રહારો

  • રાજ્યમાં ડ્રગ્સનો વેપલો અને યુવાનોને રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો

  • મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા

કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દોનશા નહીંઅભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે. આજના યુવા પાસે નોકરી નથીઅને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચાતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેવામાં ગુજરાત પ્રદેશ યુવા કોગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને કરવામાં આવી રહ્યું છેત્યારે કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે કોંગ્રેસ દ્વારા 'નોકરી દોનશા નહીંકાર્યક્રમ થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. તે ક્યાંકને ક્યાંક સરકારના ઇશારે કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફસરકારે કચ્છની અંદર અનેક કંપનીઓને જમીન આપી છે. જેથી સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી પણ અપાવવી જોઈએ તેવું ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબએ જણાવ્યુ હતું.

Latest Stories