ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો,અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય વાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવતા કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર વીરોને નતમસ્તક વંદન. આપણા રાષ્ટ્રવીરોનું અને ભારત માતાનું ભારત વિશ્વગુરુ બનાવવાનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. વિશ્વના દેશો ભારતની નોંધ પણ લેતા ન હતા તે દેશો હવે ભારની અવિરત વિકાસ યાત્રાથી ભારત અને ભારતીયોને સન્માન સાથે જોતા થઇ ગયા છે.