Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ, જનજીવન ખોરવાયું

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.

X

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઇંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

મધ્ય ગુજરાતમાં ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ કરી છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.2000થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું હોવાનું છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ હોવાથી આજે સોમવારે જિલ્લાની શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંધ રાખવાની રહેશે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર રસ્તા બંધ કર્યાં છે, ત્યારે બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે.

Next Story