Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવ્યા,માત્ર આટલા જ નિયમો પાળવાના રહેશે

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે

ગુજરાત સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવ્યા,માત્ર આટલા જ નિયમો પાળવાના રહેશે
X

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે. રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૨૪.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી સમગ્ર રાજયમાં તા.૦૧.૦૩,૨૦૨૨ સુધી કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. બાદ ગૃહ વિભાગના તા.૨૪.૦૨,૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી અમલમાં મુકવામાં આવેલ તમામ નિયંત્રણો દૂર કરવામાં આવે છે.

આ નિયમોનું કરવું પડશે પાલન

માસ્ક: જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત છે,કામના સ્થળોએ, અને પરિવહન દરમિયાન.

સામાજિક અંતર: વ્યક્તિઓએ જાહેર સ્થળોએ અને કામના સ્થળોએ પર્યાપ્ત અંતર જાળવવું

સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર પ્રવર્તમાન કાયદા મુજબ દંડની સાથે શિક્ષાને પાત્ર થશે.

સ્ક્રીનીંગ અને સ્વચ્છતા: હાથ ધોવા અથવા સેનિટાઈઝર માટે જોગવાઈઓ ચાલુ

વેન્ટિલેશન: બંધ સ્થળોએ, યોગ્ય વેન્ટિલેશનની ખાતરી કરવી

Next Story