/connect-gujarat/media/media_files/2025/07/05/varsad-2025-07-05-10-58-37.jpg)
રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે.
જેને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં 18થી 22 જુલાઈ વચ્ચે થન્ડર સ્ટ્રોમની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી વરસાદની માહોલ રહેશે. હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 48.02 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનનો 49.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 55.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.