Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
X

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે મોટી આગાહી કરી હતી કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અંબાબાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાત પર પર સિવિયર સાયક્લોનનો સંભવિત ખતરો છે. અરબી સમુદ્રમાં સિવિયર સાયક્લોન ઉદભવી રહ્યું છે. અરબી સમુદ્રમાં 19મી ઓક્ટોબરે લો પ્રેશર ઉદભવશે. બાદમાં 20-21 તારીખ પછી વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે 22મી ઓક્ટોબરે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. ત્યારબાદ 23 અને 24મીના રોજ તે ભીષણ વાવાઝોડામાં ફેરવાશે. તેમણે કહ્યું કે હાલમાં વાવાઝોડાનો ટ્રેક યમન અને ઓમાન તરફનો છે. જોકે આગામી 23 કે 24 ઓક્ટોબરના રોજ દરિયામાં સિવિયર સાયક્લોનનો ટ્રેક નક્કી થશે.

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં 22થી 24 દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે. 25-26 તારીખે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

Next Story