Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રના માથેથી ઘાત ટળી! હવામાન વિભાગે વરસાદની રેડ એલર્ટની આગાહી હટાવી

સૌરાષ્ટ્રના માથેથી ઘાત ટળી! હવામાન વિભાગે વરસાદની રેડ એલર્ટની આગાહી હટાવી
X

સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી હતી. જેમાં પણ રાજકોટ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ અલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હવી. આ આગાહી હવામાન વિભાગે હટાવી લીધી છે.

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી

16-09-2021: ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકો, બોટાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

17-09-2021: ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

18-09-2021: આ દિવસે ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં વરસાદ નહીં રહે.

19-09-2021: ઉત્તર ગુજરાતનાસૌરાષ્ટ્રના માથેથી ઘાટ ટળી! હવામાન વિભાગે વરસાદની રેડ એલર્ટની આગાહી હટાવી

બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

Next Story