નર્મદા: દેડીયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનુ બિલ્ડીંગ પત્તાના મહેલની માફક થયું જમીનદોસ્ત

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનું બિલ્ડીંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયુ હતુ,

New Update

દેડીયાપાડામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી

બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે બની ઘટના

ધારાસભ્ય  ચૈતર વસાવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા 

સંચાલકોની સમય સૂચકતા થી મોટી જાનહાની ટળી

ચૈતર વસાવાએ બાળકોને સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપી 

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનું બિલ્ડીંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયુ હતુ, જોકે છત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને અગાઉ જ સુરક્ષિત અન્ય મકાનમાં સીફ્ટ કરવામાં આવ્યા હતા.તેથી મોટી જાનહાની ટળી હતી.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળામાં 296 બાળકો અભ્યાસ કરે છે,જોકે બિલ્ડીંગ જૂનું અને જર્જરિત હોવાના કારણે બાળકોના માથે હંમેશા જોખમ લકટકતુ હતું.તેથી શાળાના આચાર્ય દ્વારા સમયસૂચકતા વાપરીને બાળકોને અન્ય સુરક્ષિત મકાનમાં સીફ્ટ કરવામાં આવ્યા હતા.જ્યારે બાળકો બાજુના મકાનમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે જૂનું જર્જરિત બિલ્ડીંગ પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઇ જતા સ્થાનિક લોકો હૃદયનો ધબકારો ચુકી ગયા હતા.અને ઘટનાને નજરે નિહાળી સ્તબ્ધ થઇ ગયા હતા.જોકે બાળકોને અગાઉ જ સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી,અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગેની જાણ થતા જ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને શાળાના આચાર્ય તેમજ બાળકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
#Gujarat #CGNews #Chaitar Vasava #Narmada #Dediyapada #collapsed #school #Old #building #Building Collapses
Here are a few more articles:
Read the Next Article