Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં જૂના મંત્રીનું સ્થાન નવા મંત્રીએ લીધું; જાણો કયા મંત્રીને કોની ચેમ્બર મળી

રાજ્યમાં નવા મંત્રી મંડળની રચના બાદ તમામ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે, જૂના મંત્રીનું સ્થાન હવે નવા મંત્રીઓને લીધું છે ત્યારે કયા મંત્રીને કોની ચેમ્બર મળી છે

રાજ્યમાં જૂના મંત્રીનું સ્થાન નવા મંત્રીએ લીધું; જાણો કયા મંત્રીને કોની ચેમ્બર મળી
X

રાજ્યમાં નવા મંત્રી મંડળની રચના બાદ તમામ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે, જૂના મંત્રીનું સ્થાન હવે નવા મંત્રીઓને લીધું છે ત્યારે કયા મંત્રીને કોની ચેમ્બર મળી છે તેના સમાચાર સામે આવ્યા છે. સ્વર્ણિમ સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓ ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મૂકવામાં આવ્યો છે. આજથી નવી સરકાર ફૂલ એક્શનમાં નજર આવશે.

રાજ્યના જાહેર વહીવટ વિભાગના તમામ મંત્રીઓને ચેમ્બર ફાળવવા છે જેમાં નીતિન પટેલની ચેમ્બરમાં હવે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ને ફાળવવામાં આવી છે. જ્યારે નીતિન પટેલની બીજી ચેમ્બર નવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ફાળવામાં આવી છે. જ્યારે જીતુ વાઘાણીએ શિક્ષણમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આર.સી ફળદુની ચેમ્બર હવે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી ઋષિકેશ પટેલ ફાળવવામાં આવી છે, જ્યારે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીને આર.સી ફળદુની ચેમ્બર ફાળવવામાં આવી છે. કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન રાઘવજી પટેલ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવાઈ છે. સૌરભ પટેલની ચેમ્બર નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ ના મંત્રી કનું દેસાઈ ને ફાળવવામાં આવી છે જ્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની ચેમ્બર સામાજિક ન્યાય અને અધિકારીતા મત્રી પ્રદીપ પરમાર ફાળવવામાં આવી છે. તો ગણપત વસાવાની ચેમ્બર ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને ફાળવવામાં આવી છે. આમ ચેમ્બરના પહેલા માળેથી લઈને 5માં માળ સુધીની ચેમ્બર મંત્રીઓને ફાળવવામાં આવી છે.

Next Story