Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા
X

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 18 અને જિલ્લામાં એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 148 એક્ટિવ કેસ છે. આજે અમદાવાદ શહેરમાં 9, વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેર, આજે 7 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 20મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 073ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 992 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી, જ્યારે 148 દર્દીની હાલત સ્થિર છે.

Next Story