Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં બે વર્ષમાં વિદેશી દારૂની 3.90 લાખ અને બિયરની 36,489 બોટલ પકડાઈ

રાજ્યમાં દારૂબંધી નો કાયદો કડક બનાવ્યા બાદ પણ સૌથી વધારે દારૂ રાજ્યના અલગ અલગ જિલ્લામાં પકડી રહ્યો

રાજ્યમાં બે વર્ષમાં વિદેશી દારૂની 3.90 લાખ અને બિયરની 36,489 બોટલ પકડાઈ
X

રાજ્યમાં દારૂબંધી નો કાયદો કડક બનાવ્યા બાદ પણ સૌથી વધારે દારૂ રાજ્યના અલગ અલગ જિલ્લામાં પકડી રહ્યો છે ગુજરાતના પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર ચેકપોસ્ટ પરથી બે વર્ષમાં વિદેશી દારૂની 3.90 લાખ અને બિયરની 36,489 બોટલો મળી દારૂની કુલ 4.27 લાખ બોટલ પકડાઇ છે.આ માહિતી વિધાનસભામાં રાજ્ય સરકારે આપી છે..

વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટ 2019 થી 31 જુલાઈ, 2020 દરમિયાન 17 ચેકપોસ્ટ પરથી 1.92 લાખ બોટલ વિદેશી દારૂ અને 18,769 બોટલ બિયર પકડાઈ હતી. જ્યારે 1 ઓગસ્ટ, 2020 થી 31 જુલાઈ, 2021 દરમિયાન 19 ચેકપોસ્ટ પરથી 1.98 લાખ બોટલ વિદેશી દારૂ અને બિયર ની 17,720 બોટલ પકડાઈ હતી.દારૂની હેરાફેરી કરવાના વિવિધ ગુનામાં પોલીસ દ્વારા બે વર્ષમાં કુલ 780 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 197 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે એટલે કે તેઓ પોલીસ પકડથી દૂર છે.3 આરોપી એવા હતા જે એકથી વધુ વખત પકડાયા હોવાથી તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 93 મુજબ પગલાં લેવામાં આવ્યા હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

Next Story