Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી

નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી
X

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી છે. ડેમમાં 2,01,961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે.

આજે 15 ઓગષ્ટે રાતે 10 કલાકે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. રિવરબેડ પાવરહાઉસ માં 6 ટર્બાઇન થી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,45,000 ક્યુસેક રહેશે. નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

Next Story