-
ગુજરાતમાં ગરમીની તેજ રફ્તાર
-
ગરમીનો પારો વધતા તંત્ર એલર્ટ
-
અંગ દઝાડતી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન
-
હવામાન વિભાગે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું
-
રાજ્યના જિલ્લાઓમાં રેડ,ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે સુરત,જૂનાગઢ,અમદાવાદ સહિતના જિલ્લાઓ માં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ઠંડીની મોસમની વિદાય સાથે જ શરૂ થયેલા ઉનાળાના પ્રારંભથી જ ગરમીએ તેનો મિજાજ બતાવ્યો છે,ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, 6 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જે મુજબ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ અમરેલી, નવસારી, વલસાડ, તાપી અને વડોદરામાં યેલો એલર્ટ અપાયું છે.ઉલ્લેખનીય છે કે 48 કલાક બાદ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે તેમ જાણવા મળ્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ગરમીનો અલગ મિજાજ જોવા મળ્યો છે,40 ડિગ્રી થી પણ વધુ ગરમીનો પારો જોવા મળ્યો હતો,અસહ્ય ગરમીમાં વધારો થતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે,વધતી ગરમીની ચિંતા સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.