વલસાડ :વાપીમાં ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરતા જીવદયા સંસ્થાના યુવાનો

વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો.

New Update

વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસેલા મુશળધાર વરસાદને પરિણામે નદીઓ તેમજ નાની ખાડીઓમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાય હતી,વાપી જીઆઇડીસીમાં બિલખાડીમાં પણ પાણીનું જળસ્તર વધ્યું હતું,અને આ ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈ ગયું હતું,અને આ શ્વાન ખાડીમાં કચરાના ઢગલા પર ઉભું રહીને મદદ માટે ભસતું હતું, સ્થાનિક લોકો દ્વારા વાપીની ઇમરજન્સી ફોર્સ નામની જીવદયા સંસ્થાને આ અંગેની જાણ કરવામાં આવી  હતી, આ સંસ્થાના કાર્યકરોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો,સમગ્ર રેસ્ક્યુ બાદ એક શ્વાન માટે જીવદયા પ્રેમી યુવાનોની કામગીરીએ લોકોને ભાવુક કરી દીધા હતા.    
Latest Stories