Connect Gujarat
ગુજરાત

આ છે રાજ્યના બેરોજગાર યુવાનોની સંખ્યા, માત્ર 3400 તલાટીની જગ્યાઓ માટે 17 લાખ ફોર્મ ભરાયા

દેશમાં ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે તેવા દાવા અત્યાર સુધી સરકાર દ્વારા કરવામાં આવતા હતા .

આ છે રાજ્યના બેરોજગાર યુવાનોની સંખ્યા, માત્ર 3400 તલાટીની જગ્યાઓ માટે 17 લાખ ફોર્મ ભરાયા
X

દેશમાં ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે તેવા દાવા અત્યાર સુધી સરકાર દ્વારા કરવામાં આવતા હતા . ત્યારે આ દાવા પોકળ સાબિત થયા છે. આજકાલ સરકારી કર્મચારી બનવાની ઈચ્છા દરેક યુવાને હોય છે. તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.આમ આ આંકડા તે વાત ની સાબિતી આપે છે કે રાજ્યમાં બેરોજગાર યુવાનોની સંખ્યા કેટલી છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જેવી સરકારી નોકરીની જાહેરાત પડે કે લાખો અરજીઓ થતી હોય છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજી કરવામાં આવી છે. તેના આંકડા આજે અમે તમને આપી રહ્યા છીએ. તલાટીની 3,400 જગ્યા સામે લાખો યુવાનો એ અરજી કરી છે. 3,400 જગ્યા માટે 17 લાખ અરજી કરાઈ છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતી માં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.તલાટી ની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે. નહીં તો આ આંકડો ક્યાં જઈ પહોંચે તે તમે વિચારી શકો છો. જુલાઈ મહિનામાં તલાટીની પરીક્ષા યોજાવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં હવે શિક્ષિત બેરોજગારી નો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે

Next Story