/connect-gujarat/media/post_banners/30823ec8ab651ed76b5035bc2891c3b71273d9d7c51b5ce1dfb8fd0cdddeb09e.jpg)
રાજયમાં નવી ડ્રગ્સ પોલીસી અમલી થયા બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ ફરતે ગાળિયો મજબુત કર્યો છે. ગુજરાત એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કીલો હેરોઇન સાથે ત્રણ ડ્રગ્સ માફિયાઓને દબોચી લીધાં છે..
દ્વારકામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ પોલીસને ડ્રગ્સના વધુ એક નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ વખતે ગુજરાત એટીએસની ટીમે 120 કીલો હેરોઇન સાથે ત્રણ આરોપીને ઝડપી લીધાં છે. હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ગુજરાતની જળસીમા સુધી મોકલવામાં આવ્યું હતું. ગુજરાતના ડ્રગ્સ માફિયાઓએ મધદરિયે હેરોઇનની ડીલીવરી લીધી હતી. ઓકટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડ્રગ્સના કંસાઇમેન્ટની ડીલીવરી લઇને હેરોઇનને પહેલા દ્રારકા અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામે સંતાડવામાં આવ્યું હતું...
હવે જાણીએ આરોપીઓ કેવી રીતે ડ્રગ્સનું આખું નેટવર્ક ચલાવતાં હતાં.120 કીલો હેરોઇન સાથે સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો. તેમજ 2020માં જ્યારે જબ્બારે તેની બોટ કરાચી પાકિસ્તાન ખાતે એન્જિન ખરાબીના કારણે ડોક કરેલી હતી. ત્યારે પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરીટી એજન્સી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની ત્રણ દિવસ સુધી ખુફિયા એજન્સી આઈ.એસ.આઈ તથા પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.
પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ યુનાઇટેડ આરબ અમીરાત્સમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.