Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી, પી.ભારતીની નિમણૂંક

ગુજરાતમાં રાજકીય માહોલ જામી ચૂક્યો છે વહેલી ચૂંટણીની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી, પી.ભારતીની નિમણૂંક
X

ગુજરાતમાં રાજકીય માહોલ જામી ચૂક્યો છે વહેલી ચૂંટણીની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદને રાતોરાત બદલી કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા ચૂંટણી અધિકારી તરીકે 2005ના IAS અધિકારી પી. ભારતીની નિમણૂક કરી દેવામાં આવી છે.

મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ 2000ની બેચના IAS કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા જે બાદ વર્ષ 2021 ના મે મહિનામાં તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.જે બાદ હવે તેમની બદલી કરી નાખવામાં આવી છે તેમની જગ્યાએ 2005ના IAS અધિકારી પી.ભારતીય પોસ્ટિંગ આપવામાં આવ્યું છે રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ અન્ય એક સંકેત મળ્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે

Next Story