પ્રયાગરાજથી પરત ફરી રહેલ ટ્રાવેલરને દાહોદ નજીક નડ્યો અકસ્માત, અંકલેશ્વરના 2 સહિત કુલ 4 શ્રદ્ધાળુઓના મોત

દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા

New Update
  • દાહોદના લીમખેડા નજીક સર્જાયો અકસ્માત

  • ટ્રાવેલર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

  • કુલ 4 લોકોના મોત- 5 શ્રદ્ધાળુઓ ઘાયલ

  • પ્રયાગરાજથી પરત આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ

  • મૃતકોમાં અંકલેશ્વરના 2 શ્રદ્ધાળુઓનો સમાવેશ

દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ભટકાતા અંકલેશ્વરના 2 સહિત 4 લોકોના મોત નિપજ્યા હતા. તમામ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં ડૂબકી લગાવી પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દર્શન કરી પરત ફરી રહેલ અંકલેશ્વર અને અમદાવાદના ધોળકાના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત તથા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાંઈનાથ રેસિડેન્સીમાં રહેતા  દેવરાજસિંહ લાખાભાઈ નકુમ ઉ.વ.૪૭ અને જશુબા દેવરાજભાઈ જાતે.નકુમ ઉ.વ.૪૯નો સમાવેશ થાય છે. જ્યારે ધોળકાના સિદ્ધરાજસિંહ જીતેન્દ્રસિંહ ડાભી ઉ.વ. 32 અને રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી ઉ.વ. 47નું પણ મોત નિપજ્યું છે.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પોલીસના જણાવ્યા મુજબ સાંજે સાતેક વાગ્યાના અરસામાં લીમખેડા-પાલ્લી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલી હતી. જેની સાથે આજે રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રયાગરાજ કુંભમેળામાંથી પરત આવતી ટ્રાવેલર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો.
Latest Stories