New Update
પાટણ હારીજ ચાણસ્મા હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત
પેસેન્જર ભરેલી ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોના ઘટના સ્થળ પર જ નિપજ્યા મોત
અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ
પોલીસે અકસ્માત અંગેની તપાસ શરૂ કરી
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,જ્યારે 7 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર પેસેન્જર બેસાડીને દોડતી ઇકો કાર સાથે ટ્રેલર ધડાકાભેર અથડાયુ હતું.સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળ પર જ બે મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories