હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા : જુનાગઢના 10 વર્ષીય બાળકે ભગવાનના ચિત્ર સાથે અલૌકિક શાલ તૈયાર કરી…

નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, માત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ

New Update
  • 10 વર્ષીય બાળકમાં હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા

  • નિજ કુંડારીયા દ્વારા હનુમાન જયંતીની વિશેષ ઉજવણી

  • બાળકે હનુમાન જયંતી નિમિત્તે અનોખી શાલ તૈયાર કરી

  • ભગવાન શ્રીરામ અને ભક્ત હનુમાનનું ચિત્ર તૈયાર કર્યું

  • 6.30 ફૂટની અલૌકિક શાલ હનુમાન મંદિરે અર્પણ કરી 

આજના યુગમાં બાળકો મોબાઈલ પર વધુ સમય પસાર કરતા હોય છેઅને તેને અધ્યાત્મ સાથે દૂર સુધી કોઈ નાતો હોતો નથીત્યારે જુનાગઢના એક બાળકે હનુમાન જયંતી નિમિત્તે 6.30 ફૂટની અનોખી શાલ તૈયાર કરી ભગવાનને અર્પણ કરી છે.

બાળકોમાં દિવસેને દિવસે મોબાઈલનું ચલણ વધી રહ્યું છે અને મા-બાપ પણ પોતાના બાળકોને મોબાઈલ આપી સંતોષ માની લેતા હોય છેજ્યારે અધ્યાત્મ શું છેઅને ભક્તિ કેવી રીતે થાય તે બાળકમાં ઓછી સમજણ હોય છેત્યારે જુનાગઢના 10 વર્ષના નિજ કુંડારીયા નામના બાળકે હનુમાન જયંતી નિમિત્તે શાલ ઉપર 6.30 ફૂટની પેઇન્ટિંગ બનાવી છે.

નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીંમાત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ છેત્યારે આજે હનુમાન જયંતીના પાવન અવસરે પોતાના ગામમાં આવેલ હનુમાન મંદિર હનુમાનજીના બાળભક્ત દ્વારા આ શાલ અર્પણ કરવામાં આવી હતી. નિજ કુંડારીયાની આ મહેનત અને લગનને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી.

Latest Stories