વડોદરા: આગ સહિતના બનાવમાં "ઐરાવત"બનશે પ્રાણરક્ષક

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ વધુ એડવાન્સ બની છે. શહેરમાં ઊંચી ઇમારતોમાં લાગતી આગ બુઝાવવા હાઇટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતનો ઉમેરો થયો છે.  

New Update
વડોદરા મહાનગર પાલિકાની પહેલ
ફાયર વિભાગને બનાવ્યું અદ્યતન
25 કરોડની કિંમતે આધુનિક મશીન વસાવ્યું
હાઇ-ટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ તૈયાર કર્યું
500 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે મશીન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ વધુ એડવાન્સ બની છે. શહેરમાં ઊંચી ઇમારતોમાં લાગતી આગ બુઝાવવા હાઇટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતનો ઉમેરો થયો છે.  
આ છે  હાઇ-ટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે કે HEP... તાજેતરમાં જ  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે પોતાના કાફલામાં રુપિયા 25 કરોડની કિંમતનું ઐરાવત નામનું હાઇ-ટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ  ઉમેર્યું છે. આ ફિનલેન્ડથી આયાત કરવામાં આવ્યું છે.વડોદરા કોર્પોરેશને ફિનલેન્ડથી 81 મીટર ઉંચા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઓર્ડર આપ્યો હતો. જે થોડા મહિનાઓ પહેલાં જ લાવવામાં આવ્યું છે અને જેનો ઉપયોગ કરવા માટે ફાયર ફાઇટર્સને સઘન તાલીમ પણ આપવામાં આવી છે. આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ 500 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે .તે સેન્સરથી સંચાલિત થતું હોવાથી તે પવનની ગતિના આધારે ચાલે છે. જો પવનની ઝડપ 12.05 મીટર પ્રતિ સેકન્ડથી વધી જાય તો તે જાતે જ બંધ થઈ જાય છે.. વડોદરા ફાયર વિભાગમાં આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઉમેરો થતાં વડોદરા માં ઉંચી ઇમારતો માં આગ બુઝાવવાનું કામ આસાન બનશે.
Latest Stories