Connect Gujarat
ગુજરાત

વડોદરા: બાળ કપિરાજને મોબાઈલનું લાગ્યુ ઘેલુ-પ્રવાસીનો ફોન ઝૂંટવી લીધો, જુઓ પછી શું થયું

વડોદરા: બાળ કપિરાજને મોબાઈલનું લાગ્યુ ઘેલુ-પ્રવાસીનો ફોન ઝૂંટવી લીધો, જુઓ પછી શું થયું
X

વડોદરાના કમાટી બાગનો બનાવ

બાલ કપિરાજની મજાક

પ્રવાસીનો મોબાઈલ ઝૂંટવી લઈ રમત રમી

મહામહેનતે ફોન પરત કર્યો

વડોદરા શહેરના કમાટીબાગમાં આવતા સહેલાણીઓ પિંજરામાં પ્રાણીઓને કનડગત કરતા હોવાના અનેક કિસ્સા બને છે ત્યારે રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં વીડિયો ઉતારતા એક સહેલાણીનો મોબાઇલ પિંજરામાં રહેલા વાનરે ઝુંટવી લેતાં મોબાઈલ મેળવવા માટે સહેલાણીએ ધમપછાડા કર્યા હતા.

પાંજરામાં મોબાઇલ સાથે રમી રહેલા બાળ કપિરાજના આ દ્રશ્યો વડોદરાનાં પ્રખ્યાત કમાટીબાગ ઝુનાં છે.માણસ તો માણસ, હવે વાનરોની નવી પેઢીને પણ મોબાઇલનો ચસ્કો લાગ્યો છે, એવું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. એમ તો આ રમુજી વાત થઈ પણ સમયની સાથે સાથે પ્રાણીઓમાં જાણે બદલાવ આવ્યો હોય એવું લાગે. પહેલા તો કપિરાજ બગીચામાં ફરવા આવેલા લોકોના નાસ્તા, બાળકોના રમકડાં, ચાવી, પર્સ, આ બધી વસ્તુઓ લઈ જતા. પરંતુ હવે તો વાનરો પણ જાણે સ્માર્ટ થઈ ગયા હોય, એવી રીતે પ્રવાસીઓના મોબાઈલ આંચકી લે છે અને જાણે કે એમને મોબાઈલ વાપરતા આવડતું હોય એવો દેખાવ કરતા નજરે ચઢ્યા હતા.

Next Story