Connect Gujarat
ગુજરાત

કમોસમી વરસાદની "વકી" : કૃષિ પાકોના રક્ષણ માટે ખેડૂતો તકેદારીના પગલાં તે જરૂરી...

કમોસમી વરસાદની વકી : કૃષિ પાકોના રક્ષણ માટે ખેડૂતો તકેદારીના પગલાં તે જરૂરી...
X

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની વકીને પગલે ખેડૂતોને પોતાના કૃષિ પાકોના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા રાજ્ય સરકારે અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી વિવિધ જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકસાન ન થાય તેમ જ આવાં કૃષિ પાકોના પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે જે ખેડૂતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈને આવે તેઓ બંધ બોડીના વાહનમાં આવે અથવા તો તાડપત્રી ઢાંકીને જ કૃષિ પાકોને લાવે. આ ઉપરાંત વેચાણના સ્થળે રાખેલો જથ્થો પલડે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ જરૂરી વ્યવસ્થા ગોઠવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story