વલસાડ : પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તનું હાર્ટએટેકથી મોત

વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા

New Update
Advertisment
  • પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં સર્જાય ઘટના

  • મહાદેવના દર્શન માટે આવેલ ભક્તનું હાર્ટએટેકથી મોત

  • મંદિરમાં હાજર અન્ય ભક્તોએ કિશોર પટેલને CPR આપ્યું

  • દુર્ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ

  • મોભીનું મોત નિપજતા પરિવારમાં ગમગીન છવાઈ 

Advertisment

વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવેલ ભક્તનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીન છવાઈ છે. છેલ્લા કેટલાક સમયથી રમતો રમી રહેલા યુવાન તેમજ તંદુરસ્ત લાગતા લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નીપજવાની ઘટનાઓ સામે આવી રહી છેત્યારે વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા.

કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતાત્યારે મંદિરમાં હાજર અન્ય ભક્તોએ કિશોર પટેલને CPR આપ્યું હતું. પરંતુ તેઓનું મોત નીપજયું હતું. જોકેઆ દુર્ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.ત્રે ઉલ્લેખનીય છે કેકિશોર પટેલ નિયમિત પારનેરા ડુંગર ચઢી મહાદેવ મંદિર ખાતે દર્શન અને આરતી માટે જાય છેત્યારે કિશોર પટેલના આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. હૃદયરોગ વિશેષજ્ઞોનું માનવું છે કેજો શરીરનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે અને કેટલીક સાવચેતીઓ રાખવામાં આવે તો આ પ્રકારે અચાનક મૃત્યુની ઘટનાઓને ટાળી શકાય છે.

Latest Stories