જન્મદિવસ પહેલા જ યુવકને મળ્યું મોત, અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
Advertisment
  • પારડી તાલુકાના બાલદા ગામ નજીકની ઘટના

  • અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

  • શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

  • એસપી, FSL સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો

  • કિશોરની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાય

Advertisment

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વલસાડ જિલ્લાનું પારડી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર બાદ આ વખતે બાલદાનું નામ સામે આવ્યું છે. બાલદા ગામ નજીક એક નિર્માણાધિન અવાવરું બિલ્ડીંગમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા કરણરાજસિંહ વાઘેલા, FSL અને સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યો હતોજ્યાં બિલ્ડીંગના લિફ્ટના અંડર ગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક અતુલ યોગેન્દ્ર શેન જન્મ દિવસના આગળના દિવસથી જ ગુમ થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક અતુલનો જન્મદિવસ હતોત્યારે અતુલ ન મળતાં પિતા અને કાકા તેને શોધવા નીકળ્યાં હતાં. જેમાં અવાવરૂ બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ મળ્યો હતો. કિશોરની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેત્યારે હાલ તો બનાવની ગંભીરતાને લઇ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.

 

Latest Stories