/connect-gujarat/media/post_banners/3b25f55ca354016952994fa48f5fbb43fe3d0ffdb367742ad7716495722625c8.jpg)
વલસાડના ડુંગરી નજીક આવેલા રોલા ગામના હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડતી ઈકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા કાર હાઈવે ઉપર પલ્ટી જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા જે પૈકી એકનું મોત નીપજ્યું હતું.
ભરૂચના જંબુસર ખાતે રહેતા દહેગામના ડેપ્યુટી સરપંચ બીલાલ મલેક અને રાજૂભાઈ ફતેહસિંહ પરમાર એમના મિત્ર સકીલ મલેકને મુંબઈ એરપોર્ટ પર લેવા ગયા હતા.સકિલ મલેક સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા.મુંબઈ એરપોર્ટથી સકિલ મલેકને લઈ ભરૂચ જંબુસર જઈ રહ્યા હતા.જે દરમિયાન વલસાડના ડુંગરી નજીક આવેલા રોલા ગામના નેશનલ હાઇવે નં 48 ઉપર પહેલા ટ્રેક પર ચાલતી ટ્રક નંબર GJ-06-AV-6755 ના પાછળના ભાગે પુરપાટ દોડતી ઈકો કાર નંબર GJ-16-DG-8402 ધડાકા ભેર અથડાતા ઈકો કાર હાઈવે ઉપર પલ્ટી મારી જતા રસ્તાની ડાબી બાજુ આવી પહોચી હતી.જેમાં ઈકો કારના ચાલક બીલાલ યુસુફ મલેક ગંભીર રીતે ઘાયલ થયો હતા બાજુમાં બેસેલા અને સાઉથ આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી.અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મળેલી માહિતી મુજબ કાર ચાલક બીલાલ મલેકને છાતી અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી ICU વોર્ડમાં ખસેડયો હતો ICUમાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું..જ્યારે આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી એક આંખ ગુમાવાનો વારો આવ્યો હતો.