Connect Gujarat
ગુજરાત

વલસાડ : શંકાસ્પદ લંમ્પિ વાયરસને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું, 11,400 ગાયને વેક્સિન અપાય...

પશુઓમાં જોવા મળતો લંમ્પિ વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં લંમ્પિ વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો થઈ રહ્યો છે

X

વલસાડ જિલ્લામાં પશુઓમાં શંકાસ્પદ લંમ્પિ વાયરસના કેસ જોવા મળતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વેક્સિનેશનના કાર્યક્રમ હાથ ધરાયા છે. જેમાં કુલ 6 અલગ અલગ ટીમોમાં 48 સભ્યો સાથે વેક્સિનેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં પણ પશુઓમાં જોવા મળતો લંમ્પિ વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં લંમ્પિ વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી શંકાસ્પદ લંમ્પિ વાયરસના 27થી વધુ કેસ સામે આવ્યા છે. કેસની સંખ્યા વધતા વલસાડ જિલ્લાનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. લંમ્પિ વાયરસના વધી રહેલા ચેપને રોકવા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં પશુઓને વેક્સિનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લંમ્પિ વાયરસને રોકવા માટે વલસાડ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા 6 ટીમો બનાવવામાં આવી છે. જેમાં પશુ ચિકિત્સક અધિકારી સહિત 48 સભ્યોની ટીમ કાર્યરત છે. આ ટીમ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ પશુઓનું રસીકરણ કરે છે. અત્યાર સુધી 11 હજાર 400થી વધુ ગાયનું રસીકરણ કરવામાં આવ્યું છે, અને હજુ પણ જિલ્લાના તમામ પશુઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવે તે માટે પશુપાલન વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ વલસાડ જિલ્લામાં લંમ્પિ વાયરસને વધુ ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગે કમર કસી છે.

Next Story