વલસાડ : કાળીયાર હરણ પ્રકરણમાં 2 ઇસમોની ધરપકડ, રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો કોર્ટ હુકમ...

બાબર-ખડક ગામે 4 વર્ષ અગાઉ એક ફાર્મ હાઉસમાંથી નર અને માદા કાળીયાર હરણ પ્રકરણમાં કોર્ટે 2 આરોપીને રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો હુકમ કર્યો

વલસાડ : કાળીયાર હરણ પ્રકરણમાં 2 ઇસમોની ધરપકડ, રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો કોર્ટ હુકમ...
New Update

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબર-ખડક ગામે 4 વર્ષ અગાઉ એક ફાર્મ હાઉસમાંથી નર અને માદા કાળીયાર હરણ પ્રકરણમાં કોર્ટે 2 આરોપીને રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. કાળીયાર હરણ પ્રકરણમાં ફિલ્મ સ્ટાર અભિનેતા સલમાન ખાન પણ સજા ભોગવવામાં બાકી રહ્યા નથી, ત્યારે વર્ષ 2018 માં વલસાડ દક્ષિણ વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે, વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના બાબર-ખડક ગામે રહેતા અર્શદખાન ઇલ્યાસ ખાનના ફાર્મ હાઉસમાં કાળિયાર હરણ રાખવામાં આવ્યા છે, ત્યારે બાતમી મળતા વન વિભાગની ટીમે છાપો માર્યો હતો. જેમાં નર અને માંદા કાળીયાર હરણ મળી આવ્યું હતું.

જે પ્રકરણમાં વન વિભાગની ટીમે અર્શદ ખાન તથા રફીક બાલુ મન્સૂરી નામના ઈસમની ધરપકડ કરી હતી. જે અંગે કપરાડા કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જજ ડી.વી.સાવલિયાએ આરોપી અરશદ ખાન ઇલ્યાસ ખાનને 3 વર્ષની સખત કેદ તથા 10 હજાર રૂપિયાનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ 9 મહિનાની સજા ભોગવવા હુકમ કર્યો હતો, જ્યારે બીજા આરોપી રફીક બાબુ મન્સૂરીને કોર્ટ ઉઠતાં સુધીની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ 1 મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો છે. સમગ્ર કોર્ટ પ્રક્રિયામાં તત્કાલીન નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ દ્વારા કરાયેલ ઇન્વેસ્ટિગેશન અને ચાર્જશીટે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

#Connect Gujarat #Valsad #Gujarati News #Valsad News #વન વિભાગ #gujarat forest #વલસાડ #black deer case #black deer #કાળીયાર હરણ #Valsad Forest
Here are a few more articles:
Read the Next Article