Connect Gujarat
ગુજરાત

વલસાડ : સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાય...

વલસાડ : સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાય...
X

રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે ''સુશાસન/ગુડ ગવર્નન્‍સ સપ્‍તાહ"ની ઉજવણી સમગ્ર રાજયમાં આગામી તા. ૨૫/૧૨/૨૦૨૧થી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી યોજાનાર છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ ઉજવણી થનાર છે. જેના આયોજન માટે વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્‍લા કલેકટરએ ''Good Governance Week" સંદર્ભે જિલ્લાના લોકોને વધુને વધુ રાજય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે દરેક દિવસે સંબધિત વિભાગોને તેમના વિભાગની યોજનાઓનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે જિલ્‍લા કક્ષાના કાર્યક્રમના આયોજન કરવા માટે જણાવ્‍યું હતું. અને આ કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્‍વનો લોગો મૂકવા જણાવ્‍યું હતું. જે અનુસાર તા. ૨૫મી એ સેવાસેતુ અંતર્ગત જિલ્‍લાના વલસાડ, ધરમપુર, પારડી પ્રાંત અધિકારીઓને વારસાઇ, વિધવા સહાય, રાશનકાર્ડ, આધારકાર્ડ વગેરેનો લાભ મહત્તમ લોકોને લાભ મળે તે જોવા જણાવ્‍યું હતું. તા. ૨૬ મી એ '' Fit India Fit Gujarat Cyclothon 2021 અંતર્ગત જિલ્લા આરોગ્‍યતંત્ર દ્વારા સવારે ૭.૩૦ કલાકે જિલ્લાના ૫૧ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે ૫થી ૧૫ કિ. મી., ૭ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે ૩ થી ૫ કિ. મી. અને ૨૬૮ હેલ્‍થ વેલનેસ સેન્‍ટર ખાતે ૧ થી ૩ કિ. મી. ની સાયકલોથોનનું આયોજન કરી જિલ્‍લાના પ્રજજનોને સાયકલ રેલીના માધ્‍યમથી સ્‍વસ્‍થ ભારત સ્‍વસ્‍થ ગુજરાતનો સંદેશો પહોંચતો કરવો, શહેરી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની વલસાડ, પારડી, વાપી, ધરમપુર અને ઉંમરગામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને શહેરોના લાભાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તેવું આયોજન કરવા, ૨૭ મી એ બાળ વિકાસ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા તેમના હસ્‍તકની યોજનાઓના લાભાર્થીઓ ને તેમના લાભો આપવા અને જિલ્લા આરોગ્‍ય તંત્ર દ્વારા જિલ્‍લામાં વધુમાં વધુ વેકસીનેશન કરવા, ૨૮ મી એ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને રાજય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાવા, ૨૯મી એ સમાજકલ્‍યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્‍યાણ હસ્‍તકની વિવિધ યોજનાઓનો લાભ અને મંજૂરીપત્રોનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે રીતે તૈયારી કરવા જણાવ્‍યું હતું.

Next Story
Share it