વલસાડ : ભેંસોનું ટોળું આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કરે મારી પલટી મારી, ફાયર બ્રિગેડ-પોલીસ કાફલો દોડ્યો...

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતાં અફરાતફરી સર્જાય હતી.

New Update

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતાં અફરાતફરી સર્જાય હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisment

હવે, શહેરી વિસ્તારની સાથે સાથે હાઇવે માર્ગ ઉપર પણ રખડતી રંજાળનો જાણે ત્રાસ વધ્યો હોય તેવું વલસાડ જિલ્લાના વાપી નજીક સર્જાયેલ અકસ્માતથી ફલિત થઈ રહ્યું છે. વાપી નજીક નેશનલ હાઇવે પરથી કેમિકલ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું, ત્યારે માર્ગ પર અચાનક ભેંસોનું ટોળું આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર પલટી મારી ગયું હતું, ત્યારે ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલું કેમિકલ હાઈવે પર ઢોળાયું હતું, જેના કારણે થોડા સમય સુધી લોકોમાં અફરાતફરી સાથે ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયર ફાઇટરોએ માર્ગ પર ઢોળાયેલા કેમિકલ ઉપર ફોમનો મારો ચલાવી કેમિકલની જલદતાં ઓછી કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ ઇજા કે, મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ, રસ્તે ભટકતી મોત ઉપર તંત્ર દ્વારા લગામ જરૂરી બની હોવાનું પણ વર્તાય રહ્યું છે.

Advertisment