વલસાડ : તિથલ રોડ પર એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા

વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • તિથલ રોડ પર આવેલ રિના પાર્ક એપાર્ટમેન્ટની ઘટના

  • એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળી

  • આગની ઘટનાના પગલે આસપાસના લોકોમાં દોડધામ

  • બનાવની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા

  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન

વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ રિના પાર્ક સોસાયટીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. રિના પાર્કમાં આવેલ B-1 એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાંથી ધુમાડા નીકળતા લોકોમાં અફરાતફરી મચી હતી. જોકેઅચાનક આગ ફાટી નીકળતા બનાવના પગલે વલસાડ પાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેછેલ્લા ઘણા સમયથી બંધ ફ્લેટ હોયજેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories