વલસાડ: ચાર કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની  પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

New Update
  • ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય

  • વલસાડમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ

  • ચાર કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

  • જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની  પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી છુટાછવાયા સ્થળોએ વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટના રોજ 1 મહિનાના વિરમબાદ વરસાદનું આગમાન થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ છે. વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને MG રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો મહાદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Latest Stories