વલસાડ : કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓએ એક જ ઝાડ અને દોરીથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી

એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

New Update
  • કપરાડામાં બે યુવતીઓના રહસ્યમય આપઘાત

  • એક ઝાડ અને એક દોરીથી ગળે ફાંસો ખાધો

  • ઘટનાને પગલે પંથકમાં મચી સનસનાટી

  • બંને યુવતીઓ એક જ કંપનીમાં કરતી હતી કામ

  • પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા માટે શરૂ કરી કવાયત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા વારણા ગામ નજીક  એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામ અને જીરવલ ગામની હદ પર એક જ દોરી પર બે યુવતીઓનો ગળે ફાંસો ખાધેલી  હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ગ્રામજનો આ દ્રશ્ય જોતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું. અને આ અંગે પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ કપરાડાના નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીઓમાં એક યુવતી નીલોસી ગામ અને એક યુવતી કેતકી ગામની હોવાનું બહાર આવ્યું છે. આ બંને યુવતીઓ મિત્ર હતી.અને દાદરાની એક કંપનીમાં સાથે કામ કરતી હોવાનું બહાર આવી રહ્યું છે.

આ રહસ્યમય આપઘાત અંગેની જાણકારી મળતા જ  નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને બંને મૃતક યુવતીઓની ઓળખ કરી હતી.જેમાં અંજના લક્ષીભાઈ અને  નીલોસી ગામની નીતા હોવાનું બહાર આવ્યું છે.બંનેની ઓળખ થતા જ પોલીસે બંને મૃતક યુવતીઓના પરિવારજનોને જાણ કરી હતી.અને સ્થાનિક લોકોની હાજરીમાં બંનેના મુદ્દે નીચે ઉતારી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઝાડની ડાળીએ એક જ દોરીથી બંને યુવતીઓ એક સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ યુવતીઓએ આપઘાત કર્યો છે કે તેમના મોતનું કોઈ અન્ય કારણ છે.તેનું રહસ્ય ઘેરાયું છે.અને પોલીસે આ મામલે મૃતકના પરિવારજનો અને સાથે કામ કરતા અન્ય સહકર્મીઓની સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી ઘટનાનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.