વલસાડ: જમશેદજી પારડીવાલાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગ્રહણ કર્યા શપથ,પરિવારમાં ઉત્સાહનો માહોલ

પૂર્વ સ્પીકર બરજોરજી પારડીવાલાના પુત્ર જમશેદજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડમાં રહેતા એમના પરિવારિક મિત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

New Update
વલસાડ: જમશેદજી પારડીવાલાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગ્રહણ કર્યા શપથ,પરિવારમાં ઉત્સાહનો માહોલ

વલસાડના અને વિધાનસભાના પૂર્વ સ્પીકર બરજોરજી પારડીવાલાના પુત્ર જમશેદજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડમાં રહેતા એમના પરિવારિક મિત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

Advertisment

મૂળ વલસાડના અને ત્યારબાદ અમદાવાદ સ્થાયી થયેલા જમશેદજી બરજોરજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડના કોર્ટના વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તમામ વકીલોએ ભેગા મળી કોર્ટની બહાર ફટાકડા ફોડી એક બીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી સાથે સાથે તમામ વકીલોએ આગળ જતાં તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી

મૂળ વલસાડના અને ત્યારબાદ અમદાવાદ સ્થાયી થયેલા જમશેદજી બરજોરજી પારડીવાલા એ સુપ્રીમ કોર્ટ માં જજ તરીકે શપથ લેવાનાને લઈને પરિવાર માં પણ ઘણો ઉત્સાહનો માહોલ છે.પરિવારજનોએ જમશેદજીના માતાને પુષ્પગુચ્છ આપી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તેમના માતા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે જમશેદજી પારડીવાલા સુપ્રીમ કોર્ટમાં જજ બનશે એ તેમના પિતાની ખ્વાહિશ હતી અને તેઓ જ કહેતા કે એક દિવસ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બનશે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે પણ તેઓ કાર્યરત થશે તેવી આશા વ્યક્ત તેમના પિતા બરજોરજી પારડીવાલાએ કરી હતી જે આજે સાચી ઠરી છે 

Advertisment