વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા.

New Update

ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો 

કમલમ સુધી કટકી રાજના આક્ષેપ

વિરોધ પક્ષના નેતાનાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ 

કોંગ્રેસના આક્ષેપોથી રાજકારણ ગરમાયુ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કોંગ્રેસે તૈયારી કરી શરુ 

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં જનમંચનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે અમિત ચાવડાએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ કમીશનરૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.વલસાડ જિલ્લામાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા.કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી.કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.