-
વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
-
આગના પગલે દોડધામ મચી
-
ડ્રમ,પેપર,પ્લાસ્ટિકને કારણે આગ વિકરાળ બની
-
12 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવ્યા
-
ફાયર બ્રિગેડનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની ચપેટમાં આજુબાજુના અન્ય ગોડાઉન પણ આવી ગયા છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.આ ગોડાઉનમાં કેમિકલ ડ્રમ, પેપર, પ્લાસ્ટિક અને અન્ય દહનશીલ સામગ્રી સંગ્રહિત હતી. આ કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાપી, ભીલાડ, ઉમરગામ, પારડી અને વલસાડની ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં કુલ 12 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે. ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સમયસર લોકો સલામત સ્થળે ખસી જતાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા પ્રયત્નશીલ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.