વલસાડ : નવનિયુક્ત જિલ્લા કલેક્ટર તરીકે ક્ષિપ્રા અગ્રેએ હોદ્દાનો અખત્યાર સંભાળ્યો

તાજેતરમાં વલસાડ જિલ્લાના કલેકટર આર.આર.રાવલ ગત તા. 30મી જૂને વયનિવૃત્ત થતાં જિલ્લા કલેકટર વલસાડ તરીકે બઢતીથી નવનિયુકત થયેલા વર્ષ 2013ની બેચના ક્ષિપ્રા અગ્રે (આઇ.એ.એસ.)એ આજે તા. 1લી જુલાઇના રોજ તેમના વલસાડ જિલ્લા કલેક્ટર તરીકેના હોદ્દાનો અખત્યાર સંભાળી લીધો છે.
નવનિયુકત વલસાડ કલેકટર ક્ષિપ્રા અગ્રેએ તેમની કારર્કિદીની શરૂઆત વલસાડ જિલ્લા ખાતેથી વર્ષ 2015માં શરૂ કરી હતી. તેઓ વલસાડ પ્રાંત તરીકે તા. 18મી ડિસેમ્બરથી એપ્રિલ-2017 સુધી રહ્યા હતા. વલસાડ પ્રાંત તરીકે તેઓનું જિલ્લાના વિકાસમાં યોગદાન ઘણું સારૂ રહયું હતું. ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તા. 1લી મે વર્ષ 2017થી તા. 3જી સપ્ટેમ્બર 2019 સુધી રહયા હતા.
ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ભરૂચ જિલ્લામાં સારી કામગીરી કરી હતી, ત્યારબાદ સરકારએ તેમને સુરત ખાતે રીજીયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઝ તરીકે બદલી કરતાં તેઓએ 4થી સપ્ટેમ્બરથી 30મી જૂન સુધી સુરત ઝોનમાં આવતી તમામ જિલ્લાઓની નગરપાલિકાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. કલેકટર ક્ષિપ્રા અગ્રે વલસાડ જિલ્લામાં પ્રાંત અધિકારી વલસાડ તરીકે જિલ્લાની પ્રજા માટે સફળ કામગીરી કરી હોઇ, તેઓને સરકારએ વલસાડ ખાતે બઢતીથી જિલ્લા કલેકટર તરીકે નિયુકિત આપતાં તેઓ વલસાડ જિલ્લાના વિકાસ માટે હવે તેમની કામગીરી કરશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMT