Connect Gujarat
ગુજરાત

વલસાડ: 31stની રાત્રીએ પોલીસ સ્ટેશન દારૂડિયાઓથી ઉભરાયા,કુલ 1422 નશાખોરોને ઝડપી પાડતી પોલીસ

વલસાડ જિલ્લામાં 31st ની રાત્રે 1422 લોકો દારૂનો નશો કરી આવતા વલસાડ પોલીસના હાથે ઝડપાયા હતા

X

વલસાડ જિલ્લામાં 31st ની રાત્રે 1422 લોકો દારૂનો નશો કરી આવતા વલસાડ પોલીસના હાથે ઝડપાયા હતા જે તમામની મેડિકલ તપાસ હાથ ધરી વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વલસાડ જિલ્લામાં 31st ની સંધ્યાએ 1422 લોકોને પોલીસે દારૂનો નશો કરી આવતા ઝડપી પાડ્યા હતા. વાપી પોલીસે આ માટે ખાસ મંડપ બનાવ્યો હતો. પારડી સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં હોલ ભાડે પણ રાખવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બરની સંધ્યાએ વલસાડ જિલ્લા પોલીસે સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલી અને મહારાષ્ટ્રથી નશો કરી આવનારાઓને ઝડપી પાડવા હાથ ધરેલી કવાયતમાં 1422 લોકો ને ઝડપી પાડવામાં આવ્યા હતા સાથે પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં 211 અને કબ્જાના 35 કેસ નોંધવામાં આવ્યા હતા.આ તમામ દારૂડિયાઓ જયારે પકડાયા ત્યારે પોલીસને હાથ જોડી છોડી મુકવા પણ વિનંતી કરી હતી તો બીજી તરફ આ તમામ આરોપીઓથી હોલ અને પોલીસ સ્ટેશનો ઉભરાયા હતા.જિલ્લા ના કૂલ 13 પોલીસ પોલીસ સ્ટેશનમાં 1422 દારૂડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા

Next Story