/connect-gujarat/media/post_banners/2c39ee6d1e2d00db6c94d46dde1b20434877d07e9a8a54f48ccbc715718681a0.jpg)
પારડીનાવલસાડના પારડી તાલુકાના ગોઇમા ગામ ખાતે પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પારડી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી મામલતદાર પારડીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...
વલસાડના પારડીના ગોઇમા ગામ ખાતે આવી રહેલ પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘણી જમીનો સરકાર દ્વારા લઈ લેવામાં આવશે તેવી વાતોને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. જેને આજરોજ પારડી ચાર રસ્તાથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી આદિવાસી અગ્રણીઓ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મામલતદાર પારડીના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવે અને આદિવાસી સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તેવી માંગ સાથેનું આવેદન પત્ર આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આગામી દિવસમાં પ્રોજેક્ટ રજૂ થાય તો હાઇવે ચક્કાજામ અને ગાંધીનગર કૂચની ચીમકી ઉચ્ચારી હતી.