વલસાડ : ધાર્મિક યાત્રાએ નીકળેલા યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો ગોઝારો અકસ્માત,4ના મોત,28 ઈજાગ્રસ્ત

ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા

New Update
  • રાજસ્થાનમાં સર્જાયો ગંભીર અકસ્માત

  • ગુજરાતના યાત્રાળુઓને નડ્યો અકસ્માત

  • 4 યાત્રાળુઓના મોત,28 લોકો ઈજાગ્રસ્ત

  • ફલધરાના 18 યાત્રીઓ પણ હતા બસમાં સવાર

  • વલસાડના ફલધરાના યાત્રીઓ સુરક્ષિત

ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,આ યાત્રીઓમાં વલસાડના ફલધરાના 18 યાત્રીઓ હતા,જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતોજેમાં ગુજરાતના વલસાડના યાત્રાળુઓથી ભરેલી એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:40 વાગ્યે ફતેહપુર પાસે બની હતી. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડના રહેવાસી હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા,અને ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતીત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી,કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો, અને ઘણા યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતા. સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છેજેમાંથી 7 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક ફતેહપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજ્યાંથી 15 ગંભીર રીતે ઘાયલ યાત્રાળુઓને વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા છે. આ બસમાં વલસાડ જિલ્લાના ફલધરા ગામના 18 યાત્રાળુઓ પણ હતા,જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ અકસ્માતને પગલે લોકોમાં ભારે ચિંતા છવાઈ ગઈ છે.

Latest Stories