Connect Gujarat
ગુજરાત

વલસાડ : સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 'એમ્બ્યુલન્સ'ની સુવિધા ઉપલબ્ધ કરાવા આયોજન

વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાર્યરત છે.

વલસાડ : સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવા આયોજન
X

વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાર્યરત છે. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા અને લોકોનાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવાનાં લક્ષ્ય સાથે તેમજ જિલ્લાનાં તમામ નાગરિકો, માતા અને બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી તમામ સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ વલસાડ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા બાબતે એનાલીસીસ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના સહકાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને સતત પ્રયત્નો થકી વિકેંદ્રીત જિલ્લા આયોજન માંથી ૩ એમ્બ્યુલન્સ (મગોદ, નાનીતંબાડી, નાનીઢોલડુંગરી), ટ્રાઈબલ એરીયા સબ-પ્લાન (ન્યુ ગુજરાત પેટર્ન) માંથી ૩ એમ્બ્યુલન્સ (ઉમરસાડી, ખત્તલવાડા, અંકલાસ), નિર્દિષ્ટ વિસ્તાર સર્વગ્રાહી વિકાસ (નોટીફાઈડ એરીયા) માંથી ૪ એમ્બ્યુલન્સ (છીરી, કરવડ, ફણસા, સોળસુંબા), જિલ્લા વિકાસ અધિકારીની આયોજનની ગ્રાંટમાંથી ૩ એમ્બ્યુલન્સ (ધરાસણા, વટાર, હનમતમાળ), માન. ધારાસભ્યશ્રી કપરાડાનાં ભંડોળમાંથી ૨ એમ્બ્યુલન્સ (નાનાપોંઢા, કપરાડા), ગ્રામ પંચાયત દહેરીનાં ભંડોળમાંથી ૧ એમ્બ્યુલન્સ (દહેરી) અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લી. તરફથી કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ૨ એમ્બ્યુલન્સ (પરીયા, વાંકલ) મળી કુલ ૧૮ એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ પૈકી ૭ એમ્બ્યુલન્સની ડીલીવરી પણ થઈ ગઈ છે અને બાકી રહેલી ૧૧ માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ૧૧ એમ્બ્યુલન્સની પણ આગામી મહિનાના અંત સુધીમાં ડીલીવરી થઈ જશે.

Next Story