વલસાડ : ઝોલાછાપ તબીબોની હાટડીઓ પર પોલીસ અને આરોગ્ય વિભાગના દરોડા, એક બોગસ તબીબને ઝડપાયો, જ્યારે 2 ફરાર...

વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવી ગ્રામ વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ગેરકાદેસર રીતે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.

New Update
  • પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી

  • ગ્રામ્ય વિસ્તારમાં ઝોલાછાપ તબીબોની હાટડીઓ પર દરોડા

  • એક બોગસ તબીબને ઝડપાયોજ્યારે 2 લોકો થયા છે ફરાર

  • મહારાષ્ટ્રમધ્યપ્રદેશબંગાળના ઝોલાછાપ તબીબો : પોલીસ

  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં નકલી તબીબોમાં ફફડાટ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવી ગ્રામ વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ગેરકાદેસર રીતે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે એક બોગસ તબીબની અટકાયત કરી હતીજ્યારે 2 તબીબો દવાખાનું બંધ કરી ફરાર થઈ જતાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં લોગોની અજ્ઞાનતા અને ભોળપણનો લાભ લઇ ઝોલાછાપ તબીબો હાટડીઓ ખોલી બેઠા હોવાની ફરિયાદો વધી રહી હતી. આથી ધરમપુર પોલીસ અને આરોગ્ય વિભાગે આ મામલે જરૂરી કાર્યવાહી આદરી હતી. આખરે પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં હનુમતમાળબોપી અને પંગાર બારી ગામમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાનું જાણવા મળ્યું હતું. આથી બોગસ તબીબો ઝડપવા રેડ કરી હતી.

પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવી ગ્રામ વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ગેરકાદેસર રીતે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહીમાં એક બોગસ તબીબ ઝડપાયો હતોજ્યારે 2 તબીબો દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા. ઝપાયેલા બોગસ તબીબ કુંદન પાટીલ મૂળ મહારાષ્ટ્રનો છેજ્યારે ફરાર થયેલ ઉજ્જવળ વીરેન્દ્ર મોહંતા જે મૂળ મધ્યપ્રદેશ અને બીજન ઉર્ફે મિલન મૂળ વેસ્ટ બંગાલનો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફદવાખાનું બંધ કરી ફરાર થઈ ગયેલા બન્ને બોગસ તબીબોની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

Latest Stories